રાકેશ રાજદેવની પ્રતિજ્ઞા:
આપણાં સમાજમાંથી ગરીબી અને તેને લગતી તકલીફોને દૂર કરવી

શ્રીમાન રાકેશ રાજદેવનું લક્ષ્ય
(કાનુડા મિત્ર મંડળના સ્થાપક)

કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહેવી જોઈએ. ચાલો આપણે આપણા દેશમાંથી ભૂખમરો અને ગરીબીને સાથે મળીને દૂર કરીએ.

અમે લોકોએ માનવ જાતનાં કલ્યાણ માટે સામાજિક સંસ્થા બનાવવાનું એક મહત્વનું પગલું ભર્યું છે. આપણા સમાજમાં મોટાભાગના પરિવાર મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ છે, જેઓ પોતાના કુટુંબનું ગુજરાન માંડ-માંડ ચલાવી શકે છે. અમે અમારી NGO દ્વારા તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે અને તેમને જરૂરી બધી જ ચીજવસ્તુઓ પહોંચાડવા માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ.

સમાજના અલગ અલગ પરિવારોને સહાય કરવાની સાથે તાજેતરમાં શ્રી રાકેશ રાજદેવે યુએઇ સ્થિત દુબઈમાં બિઝનેસની શરૂઆત કરી છે.

APM Intl DMCC

APM Bullion

APM Capital

આ કંપનીઓ તેના પારદર્શક અને સલામત ટ્રેડિંગ માટે જાણીતી છે. APM Intl DMCC કંપની રોકાણકારોને રોકાણ કરવા માટે અલગ-અલગ સેફ અને સિક્યોર સોલ્યુશન ઓફર કરે છે જેમાં ઉચ્ચ ગુણવત્તાના સોના અથવા ચાંદીના બાર્સની સાથે સાથે શ્રેષ્ઠ ક્વોલિટીના બુલિયન રિફાઇનરીમાંથી મેળવી શકે છે કે જે આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરે છે. જ્યારે APM Capital તેમના નામાંકિત ગ્રાહકોને ટ્રેડિંગ કરવા માટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફર કરે છે.

Courtyard by Marriott: દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે રાકેશ રાજદેવની પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi 5-સ્ટાર હોટલ

kanuda mitr mandal people preparing food Rakesh Rajdev (રાકેશ રાજદેવ)

અમે શું કરીએ છીએ?

અમે અમારી સામાજિક સંસ્થા “કાનુડા મિત્ર મંડળ” ના પ્લેટફોર્મ વડે અલગ અલગ અદભુત કર્યો કરીએ છીએ. શ્રીમાન રાકેશ રાજદેવના નિરંતર પ્રયાસો વડે અમે વિદ્યાર્થીઓ, મજૂરો, દર્દીઓ અને વિવિધ વંચિત લોકો અને તેમના પરિવારોની મદદ કરી છીએ. ખાસ કરીને કોરોના મહામારીના સામે દરમિયાન અમારી સંસ્થા લોકોની વહારે આવી હતી.

અમે વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણને અટકવા ન દીધું

વિદ્યાર્થીઓ આપણાં રાષ્ટ્રના ભવિષ્યના ઘડવૈયાઓ હોય છે. પરંતુ તે સમયે ગરીબી દુશ્મન બની ગઈ હતી. સમાજની આ નિરક્ષરતાને પહોંચી વળવા માટે અને વિદ્યાર્થીઓના સપનાઓ પૂરા કરવા માટે અમે લોકોએ સ્કૂલ બેગ્સ, વોટર બોટલ્સ, નોટબુક્સ અને વિવિધ સ્ટેશનરી આઇટમ્સ વિદ્યાર્થીઓને ભેટમાં આપી હતી.

અમે મજૂરોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી

મજૂર વર્ગ એ કોઈપણ સમાજનો ખૂબ દુઃખી વર્ગ હોય છે. મહામારીમાં તો એ લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. આ અઘરા સમયને પહોંચી વળવા માટે અમે લોકોએ 50,000 મજૂરોને ફૂડ પેકેટ્સ અને સેનિટાઈઝિંગ મટીરિયલ્સની સહાય કરી હતી તથા તેમને તેઓના વતન રાજકોટ સુધી જવા માટે વ્યવસ્થા કરવી હતી. વધુમાં, શ્રી રાકેશ રાજદેવ તેઓનો આત્મવિશ્વાસ વધારવા બધાના ઘરે સાથે ગયા હતા.

અમે હોસ્પિટલ્સને મેડિકલ સહાય પહોંચાડી

ઓચિંતી કોરોના મહામારી આવ્યા બાદ હોસ્પિટલ્સ માત્ર કોરોના દર્દીઓથી ભરેલી પડી હતી. શ્રીમાન રાકેશ રાજદેવે બેડસ, ટેસ્ટિંગ કીટસ, સેનિટાઇઝર્સ અને અલગ અલગ મેડિકલને લગતા સાધનો હોસ્પિટલ્સને આપ્યા હતા. સાથે સાથે તેઓએ તેમની નામાંકિત હોટલમાં ફ્રંટલાઈન વોરિયર્સ માટે આરામદાયક રૂમ્સ ની પણ સગવડ કરી હતી.

અમે શરણાર્થીઓને પાયાની જરૂરીયાતોવાળી વસ્તુઓ આપી

અમે વૈશ્વિક લોકડાઉનના કારણે ફસાયેલા 3,000 થી વધુ શરણાર્થીઓને તેમના ગામ પરત કરાવવામાં મદદ કરી હતી. તેઓનું રોજનું ભોજન અને કરિયાણું અપાવ્યું હતું. વધુમાં, તેમના બાળકો માટે નાસ્તો, પાણીની બોટલ્સ, નાના ભૂલકાઓ માટે રમકડાઓ પણ મોકલ્યા હતા જેથી તેઓની સફર હર્ષોલ્લાસભરી બને.